બાંધકામ ન તોડવા મહિલા કોર્પોરેટર વતિ 50 હજારની લાંચ લેતા વચેટીયો એસીબીના હાથ પકડાયો

બાંધકામ ન તોડવા મહિલા કોર્પોરેટર વતિ 50 હજારની લાંચ લેતા વચેટીયો એસીબીના હાથ પકડાયો

વોર્ડ નંબર 18ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ સામે ફરિયાદ
મહિલા કોર્પોરેટરના પતિ સહિત ખાનગી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ

સુરતઃઉધના દરવાજા એપલ હોસ્પિટલ આગળ જાહેર રોડ ઉપર મહિલા કોર્પોરેટર વતિ લાંચ લેતા એકને રંગેહાથ એસીબીએ ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોંગ્રેસની મહિલા કોર્પોરેટર વતિ લાંચ લેનારાની સાથે મહિલા કોર્પોરેટર અને તેના પતિ વિરૂધ્ધ પણ એસીબીએ ફરિયાદ નોંધી છે. એસીબીના છટકામાં પકડાયા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

એક લાખની લાંચ મંગાઈ હતી

વોર્ડ નંબર 18 આંજણા ખટોદરા(ઉધના-ભાઠેના)ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલાબેન પલ્કેશભાઈ પટેલ અને તેના પતિ પલ્કેશભાઈ પટેલ તથા હિતેશભાઈ મનુભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. પ્લોટ પર પરવાનગી મેળવી બાંધકામ ફરિયાદીએ કર્યું હતું. આ બાંધકામ ગેરકાયદેસર કરેલ હોવાની આક્ષેપવાળી અરજી કપિલાબેનએ કમિશનરને કરી હતી. જેથી ફરિયાદી બાંધકામ ન તૂટે અને આગળની કાર્યવાહી ન કરે તે માટે કોર્પોરેટર અને તેના પતિએ એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. રકઝકના અંતે 50 હજાર રૂપિયાની લાંચનું નક્કી થયું હતું. બાદમાં કોર્પોરેટર અને તેના પતિ વતિ લાંચની રકમ 50 હજાર લેવા માટે હિતેશ મનુ પટેલ(ખાનગી વ્યક્તિ) આવ્યો હતો. જેને રંગે હાથ એસીબીની ટીમે ઝડપી લીધો હતો. આરોપી પકડાયા બાદ એસીબીએ કોર્પોરેટર કપિલાબેન અને તેના પતિ પલ્કેશની શોધખોળ હાથ ધરી છે.

પગલાં લેવાશેઃશહેર કોંગ્રેસ

શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું હતું કે, લાંચના સમગ્ર પ્રકરણ અંગે પ્રદેશ કક્ષાએ જાણ કરવામાં આવશે અને ત્યાંથી જે દિશા નિર્દેશ મળે તે પ્રમાણે ચોક્કસ પગલાં લેવામાં આવશે.સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

E - Paper 11.12.2019

E – Paper 11.12.2019

Subscribe US Now