ગોડાદરામાં સરકારી જમીન પર કબજો

સુરતઃ તિરંગા ગુજરાત .

ગોડાદરા વિસ્તારમાં આવેલી ટીપી 61માં મહાનગરપાલિકાની જમીન પર ખઆનીગ સ્કૂલ એમીટી દ્વારા ગેરકાયદે કબ્જો જમાવી દેવામાં આવ્યો છે. લાખો કરોડો રૂપિયાની જમીન પર ખાનગી સ્કૂલ અને પાલિકાના અધિકારીઓની મિલિ ભગતમાં કે પછી ભાગબટાઈમાં જમીન વેચી દેવાઈ હોવાનું અને કેસ કોર્ટમાં ચાલતો હોવાના નિવેદનો અધિકારીઓ દ્વારા આપવામાં આવતાં હતાં જો કે તિરંગા ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવેલી આ સમગ્ર તપાસમાં કંઈક જુદુ જ જાણવા મળી રહ્યું છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહિં અગાઉના સમયમાં પાલિકાના પ્લોટ ફરતે ત્રણ તરફથી દિવાલો મારવામાં આવી છે. અને બીજી બાજુ લોખંડનો ગેટ પણ છે.. જો કે, આ માહિતીથી વળી સવાલો ઉભા થાય છે કે, પાલિકાની જમીન પર તો કબ્જો મેળવી લેવામાં અત્યારે આવ્યો હોવાનું સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યું છે. ત્યારે દિવાલ ચોથી તરફ કેમ ન મારવામાં આવી.. કોઈએ બારોબાર તેનો પણ સોદો કરી નાખ્યો..આ અંગે વોર્ડ નંબર 25ના પ્રમુખે જણાવ્યું હતું કે, કોઈ જ કોર્ટ કેસ થયેલ નથી કે કોઈને જગ્યા વેચી દેવાઈ નથી અધિકારીઓ જુઠું બોલી રહ્યાં છે.
પાલિકાની લાખેણી ગણાતી જમીનને રાજા મહારાજાઓની જેમ ખેરાત કરી દેનારા અધિકારીઓના જવાબોની સામે સ્થાનિકો કંઈક જુદુ જ કહી રહ્યાં છે. તિરંગા ગુજરાત દ્વારા સ્થાનિકોને પૂછવામાં આવેલ છે કે, ટીપી 61માં એમિટી સ્કૂલની સામે જે જગ્યા ખુલ્લી પડેલ છે એ જગ્યા અંગે શું કહેવાનું થાય છે. ત્યારે સ્થાનિકોનું કહેવું હતું કે,આખેઆખી જગ્યા સુરત મહાનગરપાલિકાની છે અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ બધી તરફ દીવાલો મારી છે પણ એક બાજુ દિવાલ નથી મારી જેનો મતલબ સ્પષ્ટ થાય છે કે, આ જમીનનો ઉપયોગ અન્ય કોઈ ન કરી શકે તે માટે અધિકારીઓ દ્વારા તમામ વેતરણ કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.સુરત મહાનગરપાલિકાની જગ્યા હોવાનું સ્થાનિકોને કહી રહ્યાં છે.
જો કે સ્થાનિક નેતાઓને તો આ જગ્યા અંગે કશું જ સમજાતું ન હોય તેવા પ્રતિભાવો સામે આવી રહ્યાં છે. કોઈ કહે છે કે જે જગ્યા છોડેલ છે તે જગ્યા એમિટી સ્કુલના સંચાલકને વેચી નાખી છે. તિરંગા ગુજરાત દ્વારા સ્થાનિકોને પૂછવામાં આવ્યું કે તમે સ્થાનિક કોર્પોરેટર તમારા એમ.એલ.એને મળો તો શું કહે છે ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે,એમનું કહેવું છે કે, સ્થાનિક નેતાઓ અને એમ.એલ.એ ને ખબર નથી કે એ આખી જગ્યા સુરત મહાનગરપાલિકાની છે તો એમને ફરજમાં નથી આવતું કે અધિકારીઓને બોલાવીને એટલી જગ્યા પણ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પોતાના કબ્જામાં લઈ શકાય..સ્થાનિકોનું કહેવું છે કે હાલ થોડા સમય પહેલા tp ૬૧ મા જે સુરત મહાનગરપાલિકા ની જગ્યાએ આવેલ છે તે જગ્યા પર ચારો તરફ થી દીવાલો મારેલ હતી અને બીજી બાજુ લોખંડ નો ગેટ હતો પણ હાલ સુરત મહા નગરપાલિકાના અધિકારીઓ જાણે એમ એ ટી સકૂલનાં સંચાલક એ લાખોનો વહીવટ કર્યો હોય તેવું લાગે છે..
કેમ કેમ સોસાયટીનો રસ્તો હોત તો તે રસ્તો પહેલાથી ચાલુ હોત.
અંધેર નગરી જેવો હાલ છે.
તિરંગા ગુજરાત અને વોર્ડ નંબર 25 ના પ્રમુખ અરુણ મિશ્રા સાથે વાતચીત તેમણે જણાવ્યું કે, ટીપી ૬૧ વાળી જમીન જે સુરત મહાનગરપાલિકાની છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા એ જગ્યા રિઝર્વેશનમાં મુકવામાં આવેલ છે તે જગ્યા કોઈ સોસાયટી કે, એમિટી સ્કૂલ વાળાની નથી અને જે સુરત મહાનગરપાલિકા જગ્યા છોડેલ છે તે જગ્યા પર કોઈ કોર્ટમાં કેસ ચાલતો નથી મનપાના અધિકારી ખોટું બોલે છે.તિરંગા ગુજરાત અને એમ.એલ.એ ઝંખનાબેન પટેલ સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, જે પણ હસે તપાસ કરાવીશ અને જો મારા વિસ્તારમાં ખોટું ચાલતું હોય તો હું નહીં ચાલવા દઈશ.
તિરંગા ગુજરાત દ્વારા મહાનગરપાલિકાની અને લોકોના હક્કની જગ્યા પર ખાનગી સ્કૂલ દ્વારા જે અડિંગો જમાવી દેવામાં આવ્યો છે તે અંગે રોજે રોજ તલસ્પર્શી અહેવાલો આપની સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યાં છે અને આગામી સમયમાં પણ આ અંગેના વધુ અહેવાલો દ્વારા સત્ય લોકોની સમક્ષ રજૂ કરવામાં આવશે. લોકોના હકકનો દૂરપયોગ કરીને પાલિકાના અધિકારીઓ દ્વારા ખાનગી શાળાના ખોળે બેસવાનો થયેલો પ્રયત્ન કોઈ કાળે સાંખી લેવામાં આવશે નહી અને જ્યાં સુધી યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી લડત ચલાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

બાંધકામ ન તોડવા મહિલા કોર્પોરેટર વતિ 50 હજારની લાંચ લેતા વચેટીયો એસીબીના હાથ પકડાયો

બાંધકામ ન તોડવા મહિલા કોર્પોરેટર વતિ 50 હજારની લાંચ લેતા વચેટીયો એસીબીના હાથ પકડાયો વોર્ડ નંબર 18ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ સામે ફરિયાદ મહિલા કોર્પોરેટરના પતિ સહિત ખાનગી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ સુરતઃઉધના દરવાજા એપલ હોસ્પિટલ આગળ જાહેર રોડ ઉપર મહિલા કોર્પોરેટર વતિ લાંચ લેતા એકને રંગેહાથ એસીબીએ ઝડપી […]

Subscribe US Now