સરકારી જમીન પ્રાઈવેટ શાળા સંચાલકને લાખોમાં વેચી નાખી કે દાન કરી..

સરકારી જમીન પ્રાઈવેટ શાળા સંચાલકને લાખોમાં વેચી નાખી કે દાન કરી..

સુરતઃસરકાર નિયમોથી બંધાયેલી હોય છે. હવે રજવાડા કે રાજાઓ રહ્યા નથી કે ધારે ત્યારે કોઈને દાન આપી શકે પરંતુ રાજા રજવાડા વાળી માનસિકતા હજુ ગઈ નથી. સરકારી અધિકારીઓ પોતાની જાતને રાજા મહારાજા કે રજવાડું લઈને બેઠા હોય તેવું લિંબાયત ઝોનમાં જોવા મળી રહ્યું છે. લિંબાયત ઝોનના અધિકારીઓ પોતાની જાતને સર્વોચ્ચ સત્તા માનતા હોયતે રીતે પાલિકા હસ્તકની કરોડોની જમીન ખાનગી શાળાને આપી દેવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે.આ જમીન ખાનગી શાળાને અપાય તે વેચાણથી આપી કે પછી એમ જ અધિકારીઓએ પોતાની જાતને ખુશ કરવા માટે અંદર ખાને વહિવટ કરીને વાપરવા આપી દીધી તે અંગે લોકોમાં સવાલો ઉભા થઈ રહ્યાં છે.

લિંબાયત ઝોનના અધિકારીઓ વર્ષોથી લાખો રૂપિયાનો વહિવટ કરવા માટે બદનામ છે. લાખો રૂપિયાના વ્યવહારો કરીને જ પછી સરકારી જમીનો વેચવા નીકળતા હોય તેવા સવાલો ઉભા થઈ રહ્યાં છે. લિંબાયત ઝોનના અધિકારીઓ દ્વારા જમીનોની લ્હાણી બિલ્ડરોને તો કરવામાં આવતી જ હોય તેમ કહેતા લોકો જણાવે છે કે, હવે તો સરસ્વતીના મંદિર સમી સ્કૂલોને પણ આ ભ્રષ્ટાચારીઓ છોડતા ન હોય તેવું જોવા મળી રહ્યું છે. ખાનગી શાળાને જમીનો આપીને પોતાને સમ્રાટ સમજતાં લિંબાયતના અધિકારીઓ સામે હાલ સવાલો ઉભા થઈ રહ્યાં છે.

આ અંગે મળતી વિગતો અને પ્રાપ્ત માહિતી અનુસાર
સરકારી જમીન પ્રાઈવેટ શાળા સંચાલકને મોટી રકમો લઈને વાપરવા અથવા તો વેચી નાખવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.વેચાણ કે વાપરવા આપવું તે સરકારના નિયમોને આધિન હોય છે. પરંતુ આ રીતે રાજાશાહી માનસિકતા ધરાવતા અધિકારીઓ દ્વારા પ્રજાને મૂર્ખ સમજીને જમીનોની લ્હાણી કરી દેવામાં આવતી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો લઈ લેવામાં આવ્યો હોવાની વાતો આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ પરંતુ તેનો ઉત્તમ નમૂનો પણ જોવા મળી રહ્યો છે. સરસ્વતીનું ધામ એટલે કે શાળા ચલાવતાં લોકો જ સંસ્કાર આપવાની જગ્યાએ બાળકોને શું આપી રહ્યા હશે તે પણ સવાલ ઉભા કરે છે કારણ કે, શાળા જ પાલિકાની જમીનનો ગેરકાયદે ઉપયોગ કરી રહી છે. શાળામાંથી સંસ્કારોનું સિંચન થવું જોઈએ તેની જગ્યાએ શાળાની જગ્યા જ પાલિકાની છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ અથવા ગેરરીતિ આચરવા બદલ જેઓની સામે ખાતાકીય તપાસ ચાલતી હોય અથવા જેઓની સામે એસીબી કેસ થયો હોય તેવા દાગી કર્મચારીઓને સુરત મહાનગરપાલિકાના જે તે ઝોનના શહેર વિકાસ વિભાગની કામગીરી સોંપીને ખુદ ઝોનના અધિકારીઓ જ ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપી રહ્યા છે. ત્યારે સુરત અને પાલિકા પર શાસન કરનારા ભાજપના શાસકોએ આવા બેફામ બનેલા અધિકારીઓ પર લગામ કસવાનો અને સરકારના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હોવાનો પરચો આપવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સરકારી જમીન લાખો માં વેચાઈ

જો સરકારી જમીન ની કોર્ટ મેટર ચાલતી હોય તો નિકાલ આવના પહેલા મનપા એ શાળા સંચાલક ને કબજો કેમ આપ્યો …. શાળા સંચાલક અને અધિકારીઓ ગોળ ગોળ વાતો કેમ કરે છે

Subscribe US Now