સુરત મનપા લાચાર

સરકારી જમીનના વેચાણના ખેલમાં ઉચ્ચ અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં .

સુરતઃ ગોડાદરા વિસ્તારમાં ગેરકાયદેસર જમીનો પર બાંધકામ થાય તે નવી વાત નથી. પરંતુ સમગ્ર જગ્યા જ હેતુફેર કરવાની જગ્યાએ સરકારના તાબામાં રહેલી અને સરકારી ઈમારતો બનાવવા કે લોકોના જાહેર મનોરંજન કે ગાર્ડન જેવા વિકાસના કામોમાં ઉપયોગમાં લેવા માટેની સરકારી જમીન પાણીના ભાવે વેચી દેવાના ખેલ સામે ઉચ્ચ અધિકારીઓના પેટનું પાણી ન હલતું હોય તેમ કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે.

ગોડાદરા વિસ્તારમાં આવેલી પીટી 61ની સરકારી ફાઈનલ પ્લોટની સરકારી જમીનનો ઉપયોગ ખાનગી શાળા ઉપયોગ કરી રહી છે કે વેચાણ થયું તે અંગે હાઉસિંગ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ સિનિયર કમલેશ વસાવાનું કહ્યું છે કે, એટલી જગ્યા બે છોડેલ છે તે કોર્ટ મેટર ચાલી રહેલ છે અને આ વાત મને શહેરી વિકાસ ખાતામાંથી જાણવા મળેલ છે. હવે સવાલ એ છે કે, કોર્ટમાં કેસ ન હોય તેવી જમીનો તો પાણીના ભાવે માનીતાઓને પધરાવી દેવામાં આવતી હોય છે. પરંતુ કોર્ટમાં કેસ ચાલતો હોય ત્યારે કોઈ એ જમીનને હાથ નથી અડકતું શું કામ એ પણ સવાલ છે. કોર્ટનો ચુકાદો ગમે તે એ આવી શકે તે બધાને ખબર જ છે. કોર્ટ પર હજુ લોકોને શ્રધ્ધા છે જ્યારે અધિકારીઓ તો પોતાના અધિકારનો ઉપયોગ કરીને અથવા તો કાયદાનો પોતાના મનસ્વી રીતે અમલ કરાવીને તેનું અર્થઘટન કરતાં હોય તેવું ઘણી વાર સામે આવ્યું છે.

હાઉસિંગ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ સિનિયર કમલેશ વસાવાનું આ નિવેદન ઘણું સૂચક છે કે તેમને શહેરી વિકાસ ખાતામાંથી માહિતી મળી છે. શહેરી વિકાસ ખાતાના અધિકારીઓ અને હાસઉસિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ વચ્ચે શું રંધાઈ છે અને શું જમાય છે એ બધાને ખબર જ છે. લાખો રૂપિયાનો વહિવટ ખુરશીઓ પર બેઠેલા અધિકારીઓ ટેબલ નીચેથી કરી લેતા હોય છે ત્યારે ટેબલ પર તો બધું સાફ જ દેખાય છે પરંતુ સાચી ગંદકી તો ટેબલની નીચે જોવા મળતી હોય છે જે સામાન્ય રીતે એ લોકો દેખાડવા માંગતા હોતા નથી પરંતુ સત્ય કયારેય છુપાઈને રહેતું નથી અને પાપને ગમે તેટલું સંતાડવામાં આવે પરંતુ એ છાપરે ચડ્યા વગર રહેતું નથી.

અધિકારીઓને પોતાના બાપદાદાની જમીનો કેટલી વારસામાં મળી હશે એ તો એ જ જાણે..પરંતુ આ અધિકારીઓ સરકારની જમીનને પણ પોતાની માલિકીને કે પછી વારસામાં જમીન મળી હોય તેમ માનીને વેચવા બેઠા છે. સરકારી જમીનનો વેચાણનો ખેલ એ જ સાબિત કરી આપે છે કે અધિકારીઓ પર હવે તેમના ઉપરી અધિકારીઓની પણ કંઈ ચાલતી નથી. નહોર વિનાના વાઘ જેવા ઉપરી અધિકારીઓ બની ગયા હોય તેમ માત્ર આદેશ આપી શકેછે. પરંતુ તેમની ધાક કે પાવર તો હવે તેમની નીચે કામ કરતાં અધિકારીઓએ છીનવી લીધો હોય તે રીતે સરકારી જમીનના વેચાણનો સમગ્ર ખેલ ચાલી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. ગોડાદરા ટીપી 61માં આવેલી સરકારી જમીનના ચાલી રહેલા વેચાણના ખેલ સામે ઉપરી અધિકારીઓએ તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.

સુરત મહાનગરપાલિકાની સરકારી જગ્યા પ્રાઇવેટ શાળાના સંચાલક એમ.એ ટી સ્કૂલ વાળા વાપરી રહ્યા છે પાલિકાની આખી જગ્યા હોવા છતાં પણ પાલિકાએ આવવા જવાનો રસ્તો કેમ આપ્યો . તિરંગા ગુજરાતને એવું જાણવા મળેલ છે કે, પ્રાઇવેટ સ્કૂલ સંચાલક દ્વારા રૂપિયાનો વહીવટ કરવામાં આવેલ છે તે માટે સુરત મહાનગરપાલિકાની જગ્યા આપેલ છે. જે અંગે જવાબ આપતા કોર્પોરેટર અમિત સિંહ રાજપૂતનું કહેવું છે કે મને કઈ ખબર નથી હું ઉચ્ચ અધિકારીઓને વાત કરીને જે તે કાયદેસરની કાર્યવાહી થશે તેવા પ્રયત્નો કરીશ. હવે સવાલ એ છે કે, શું કોર્પોરેટરને ખબર નહીં હોય કારણ કે તેની ઓફિસની સાવ નજીકની જગ્યાની વાત કરવામાં આવી હતી. પરંતુ તેમણે એક રાજકારણીને શોભે તેવો ગોળ અને ફસાય નહી કે કાર્યવાહી ન કરવી પડે તેવો જવાબ આપ્યો હતો. ત્યારે જોવું એ રહ્યું કે આગામી દિવસોમાં આ મુદ્દે તે શું કરી બતાવે છે.

આ અંગે સ્કૂલના સંચાલકનું કહેવું છે કે. સોસાયટીનો રસ્તો છે. એ જગ્યા અમારી છે. કોર્ટમાં કેસ ચાલે છે. આવી બધી વાતો કરતા પોતાનો બચાવ કરી રહ્યા છે. શું હકીકત છે શું ખોટું છે એ કોર્પોરેશનના અધિકારીઓ જાણે સ્કૂલ સંચાલક અને સ્થાનિક કોર્પોરેટર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સરકારી જમીન પ્રાઈવેટ શાળા સંચાલકને લાખોમાં વેચી નાખી કે દાન કરી..

સરકારી જમીન પ્રાઈવેટ શાળા સંચાલકને લાખોમાં વેચી નાખી કે દાન કરી.. સુરતઃસરકાર નિયમોથી બંધાયેલી હોય છે. હવે રજવાડા કે રાજાઓ રહ્યા નથી કે ધારે ત્યારે કોઈને દાન આપી શકે પરંતુ રાજા રજવાડા વાળી માનસિકતા હજુ ગઈ નથી. સરકારી અધિકારીઓ પોતાની જાતને રાજા મહારાજા કે રજવાડું લઈને બેઠા હોય તેવું લિંબાયત […]

Subscribe US Now